ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

લક્ષ્ય/હેતુઓ

5/19/2022 4:28:51 AM

લક્ષ્ય/હેતુઓ

ધ્યેય

પોલીસની કામગીરીમાં અસરકારકતા લાવીને ભૂમિ અને દરિયાઇ સીમા સુરક્ષા સઘન કરી રાજયમાં શાંતિ અને સંવાદિતા જાળવવી..

લક્ષ્યાંકો

(1)કોમ્પ્યુટરાઇઝેશન

 1. બધાજ પોલીસ સ્ટેશનોનું 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન
 2. બધાજ પોલીસ સ્ટેશનોનું એકબીજા સાથે 100 ટકા જીસ્‍વાન જોડાણ.
 3. બધાજ પોલીસ સ્ટેશનો માટેનું સમાન સોફટવેર તૈયાર કરવું.

(2)પોલીસ હાઉસીંગ

 1. પોલીસ આવાસ દ્વારા ૨૦૧૪-૧૫ના વર્ષ માં ૯૪૪ વધુ રહેણાંકના મકાનોનું બાંધકામ કરવાનું લક્ષ
 2. શહેરી વિસ્તારના બધા પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇનમાં આંતરમાળખાકીય સગવડો સુધારવી સાથોસાથ 1960 પહેલાં બંધાયેલા પોલીસ સ્ટેશનોનું નવીનીકરણ.

 

(3)ગુના સંશોધન

 1. મિલકત વિષયક ગુનાના સંશોધનમાં પ ટકાનો વધારો કરવો.
 2. નાસતા ફરતા ગુનેગારોની સંખ્યામાં 10 ટકા ઘટાડો
 3. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો મારફત થતા કેસોમાં 10 ટકાનો વધારો કરવો, ઉપરાંત અપ્રમાણસર મિલકતના કેસોના મુલ્યાંકનમાં પણ વધારો કરવો.

 (4)પોલીસ તાલીમ

1. પોલીસ તાલીમ સંસ્‍થાઓના આધુનિકીકરણ અંતર્ગત રાજયની પોલીસ તાલીમ સંસ્‍થાઓની હાલની તાલીમ ક્ષમતા વધારીને ત્રણ ઘણી કરવાનું આયોજન છે.

(5)સી.આઇ.ડી. (ઇન્ટેલીજન્સ)

 1. આઇ.બી. દ્વ્રારા ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનો હસ્તકના ગામ દીઠ ઓછામાં ઓછો એક સંપર્ક ઊભો કરવો તથા શહેરી વિસ્તારના દરેક પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછા ત્રણ સંપર્કો ઊભા કરવા.

(6)અધિકારીઓ અને જવાનોની ચુસ્તતા

 1. અધિકારીઓ અને જવાનોની શારીરિક ચુસ્તતા માટે આ વર્ષ દરમ્યાન વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 60 પરેડનું આયોજન કરવું.
 2. પોલીસ કર્મચારીઓ તથા તેઓના કુટુંબીજનોની 100 ટકા આરોગ્ય વિષયક તપાસણી અને પ્રત્યેકના હેલ્થકાર્ડ તૈયાર કરવા.