લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

લાંચરુશવત વિશે સંપર્ક

4/19/2024 8:25:05 PM

કેવી રીતે સંપર્ક કરવો
 

વિવિધ રાજ્ય સેવકોના ભ્રષ્‍ટાચાર સંબંધે ચોક્કસ તથા સવિસ્‍તર માહિતીઓવાળી અરજીઓ મોકલવા લાંચરુશવતવિરોધી બ્‍યુરો જાહેર જનતાને આમંત્રણ આપે છે. જો કોઈ ભ્રષ્‍ટ રાજ્ય સેવક દ્વારા જાહેર જનતા પાસેથી લાંચની માગણી કરવામાં આવે તો તે અંગેની ફરિયાદ નજીકના એ.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં કરી શકાય છે, જેનાં સરનામાં તથા ટેલિફોન નંબરની વિગતો આપેલા ચાર્ટથી મેળવી શકાશે. રાજ્ય સેવકો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્‍ટાચાર અંગેની ભ્રષ્‍ટ રીતભાત/પ્રવૃત્તિઓને લગતી વિશિષ્‍ટ પ્રકારની માહિતીઓ તેઓ વેબસાઇટ દ્વારા લાંચરુશવતવિરોધી બ્‍યુરો, ગુજરાત રાજ્ય અમદાવાદને મોકલી શકે છે. આવી માહિતી આપનાર નાગરિકની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. જાહેર જનતા નીચે મુજબની વિશિષ્‍ટ માહિતી મોકલી શકે છે.

  • રાજ્ય સેવકનું નામ તથા કચેરીનું સરનામું :-

  • રાજ્ય સેવક દ્વારા ખરીદ કરેલા સ્‍થાવર મિલકતો જેવી કે ફ્લેટ/મકાન, વ્‍યાવસાયિક મિલકતો અથવા જમીન વગેરેની સંપૂર્ણ વિગત તથા તેનાં સરનામાં:-

  • રાજ્ય સેવકની વૈભવી જીવનશૈલીની માહિતી:-

  • જો મિલકત બીજાના નામે (બેનામી) વસાવેલી હોય તો તેની વિગત:-

  • રાજ્ય સેવક દ્વારા ગેરકાયદે રકમ પડાવવા આચરવામાં આવતી ગેરરીતિઓની માહિતી:-

ઉપરોક્ત માહિતી લાંચરુશવતવિરોધી બ્‍યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદને
ઇ-મેઇલ દ્વારા પણ મોકલી શકાય છે : જેનું ઇ-મેઇલ એડ્રેસ આ મુજબનું છે.
cr-acb-ahd@gujarat.gov.in