ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

કામગીરીના માપદંડ

4/24/2024 12:07:57 PM

કામગીરીના માપદંડ

 

શાખાએ કાર્યા કરવા માટે નકકી કરેલા ધોરણો

સા.વ.વિ. ના તા. ૪-૮-૨૦૦૩ના પરિપત્ર ક્રઃ વહસ-૧૦૦૩-મુમ-યુઓઆર-૧૮- વસુતાપ્ર-ર ની સૂચના મુજબ કેસોના નિકાલ માટેની સમયમર્યાદા નીચે મુજબ છે.

ક્રમ

રજુઆતની કક્ષા

કેસના નિકાલ માટેની મહત્તમ સમયમર્યાદા

ઘણો જ જરૂરી

જરૂરી

સામાન્ય

નાયબ સેકશન અધિકારી

૨૪ કલાક

બે દિવસ

સાત દિવસ

સેકશન અધિકારી

૨૪ કલાક

બે દિવસ

સાત દિવસ

અધિક સચિવ / સંયુકત સચિવ/ નાયબ સચિવ અને તેને સમકક્ષ

૨૪ કલાક

બે દિવસ

ત્રણ દિવસ

(બ)    નાણા વિભાગના તા. ૨-૧-૧૯૯૯ના ઠરાવ ક્રઃ નમસ-૧૦૯૮-૯૭-નોર્મ્સ યુનિટ-૧ ની જોગવાઇ મુજબ નાયબ સેકશન અધિકારી એટલે કે, નોટીંગ હેન્ડ દીઠ દર રોજના ૧૫.૬ કેસોના નિકાલ કરવાનું ધોરણ નિયત કરવામાં આવેલ છે.

(ક)    નોંધણી કારકુને દરરોજના ૪૬૮ ટપાલ નોંધવાની અને રવાનગી કારકુને દરરોજના ૨૯૪ ટપાલ રવાનગી કરવાની રહે છે. સેકશન અધિકારી નોટીંગ હેન્ડ તરીકે ૧/ ર નોટીંગ હેન્ડ ગણાય છે.

રોકડ શાખા માટે

ક્રમ

બિલો

બિલો રજુ / દાખલ કરવાની સમયમર્યાદા

પગાર બીલો

દર મહિનાની તા. ૧૮ થી ૨૩ તારીખ સુધીમાં બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે રજુ / દાખલ કરી દેવામાં આવે છે.

પ્રવાસ ભથ્થા બિલો, મેડીકલ બીલો, પગાર પૂરવણી બીલો

દર મહિનાની તા. ૧ થી ૧૫ તારીખ સુધીમાં બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે રજુ / દાખલ કરી દેવામાં આવે છે.

કન્ટીજન્સી બીલો, ટેલીફોન બિલો, મોબાઇલ ફોન બિલો, રજા પ્રવાસ રાહત પેશગી બીલો, અનાજ પેશગી / તહેવાર પેશગી / પ્રવાસ ભથ્થા પેશગી બીલો.

આ પ્રકારના બિલો તેની સમયમર્યાદાને આધિન નિયત સમયમાં બનાવીને પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે રજુ / દાખલ કરી દેવામાં આવે છે.