ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

માહિતી કક્ષની વિગતો

7/11/2025 3:40:36 PM

માહિતી કક્ષની વિગતો

 

  • માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ,ર૦૦પ ના નિયમ-૪(૧)(ખ) (૧પ) માં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર ગૃહ વિભાગમાં માહિતી મેળવવા માટે સેમી ફોન્‍ફરન્‍સ રૂમ, ગૃહ વિભાગ, બ્‍લોક નં. ર, પહેલો માળ, સરદાર ભવન, સેકટર-૧૦, ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી માહિતીની ચકાસણી કરી શકે છે.
  • માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ-ર૦૦પ અંતર્ગત વિભાગને લગતી માહિતી મેળવવા માટે પ્રજાજનો વિભાગના સેમી કોન્‍ફરન્‍સ રૂમમાં રુબરુ આવી શકે છે.

 

(૧) સરકારી કામકાજના દિવસોએ સવારના ૧૧ થી૧૩ કલાક સુધી સેમી કોન્‍ફરન્‍સ રૂમમાં ઉપસ્થિત રહી માહિતી મેળવી શકશે/દસ્તાવેજોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકશે.

 (ર) સેમી કોન્‍ફરન્‍સ રૂમમાં માહિતી મેળવવા / દસ્તાવેજો ચકાસવા માટે આવનાર વ્યક્તિ માટે વિભાગના સંબંધિત કર્મચારીને ઉપલબ્ધ રાખવામાં આવશે.

(૩) વિભાગના માહિતી અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવ્યેથી સંબંધિત દસ્તાવેજ / ફાઈલ જોઈ શકાશે.