નિર્ણય લેવાની કાર્ય૫ઘ્ધતિ
(૧) નિર્ણયની પઘ્ધતિ :-
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કામકાજના નિયમો, ૧૯૯૦ ના નિયમ-૧પ હેઠળ સરકારી કામકાજને લગતી સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ સુચનાઓ અંતર્ગત સંબંધિત વિભાગના મંત્રીશ્રી દ્વારા વહીવટી બાબતોનો કઈ કક્ષાએ નિકાલ કરવો, તે અંગેની સુચનાઓ આપવામાં આવે છે. અને આ સુચનાઓ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
અખિલ ભારતીય સેવાઓને લગતી બાબતો અને નાણા વિભાગને લગતી બાબતોમાં અનુક્રમે સા.વ.વિ. તથા નાણા વિભાગના પરામર્શમાં નિર્ણય લેવામાં આવે છે.
(ર) સુપરવીઝન :-
અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ) ગૃહ વિભાગની કામગીરીના ઓવર ઓલ ઈન્ચાર્જ તરીકે છે. તેમની નીચે સચિવશ્રી(ગૃહ) સચિવશ્રી (કા.અનેવ્ય.) અધિક સચિવ/સંયુક્ત સચિવ/નાયબ સચિવ/ઉપસચિવ, સેકશન અધિકારી વગેરે ફરજો બજાવે છે.
(૩) કામગીરીની પઘ્ધતિ : -
વિભાગમાં આવતી બધી ટપાલો/ પત્રો પ્રથમ વિભાગની રજીસ્ટ્રી શાખા દ્વારા સ્વીકારવામાં આવે છે જે રજીસ્ટ્રી શાખા ઘ્વારા નોંધણી કરીને સંબંધીત જુદી જુદી શાખાઓને વહેંચી દેવામાં આવે છે.ખાનગી કે ગુપ્ત ટપાલો વિભાગની ખાનગી રજીસ્ટ્રી શાખા ઘ્વારા સ્વીકારવામાં આવે છે જે ખાનગી રજીસ્ટ્રીશાખા ઘ્વારા નોંધણી કરીને સંબંધિત અધિકારીઓ/ શાખાઓને પહોંચાડવામાં આવે છે. કેટલીક ટપાલો અધિકારીઓના નામ જોગ આવતી હોય છે જે તેમના ઘ્વારા સંબંધિત અધિકારીઓ મોકલી આપવામાં આવે છે.ઉપર મુજબ મળેલ ટપાલો/ પત્રો શાખા ઘ્વારા નિભાવવામાં આવતાં અલગ અલગ રજીસ્ટર્સમાં નોંધીને સંબંધીત નાયબ સેકશન અધિકારીઓને આપવામાં આવે છે. નાયબ સેકશન અધિકારીઓ ઘ્વારા તેની વર્કશીટમાં નોંધણી કરીને તે અંગે કરવાની કાર્યવાહી બાબતે ફાઈલમાં નોંધ રજૂ કરવામાં આવે છે.
આ તબકકે અરજદાર પાસેથી અથવા નીચેની તાબાના વડાની કચેરીઓ પાસેથી કોઈ માહિતી/ વિગતો મંગાવવાની જરૂરિયાત જણાતી હોય તો તેવી માહિતી/ વિગતો પ્રથમ મેળવવામાં આવતી હોય અને તમામ વિગતો ઉપલબ્ધ થયેથી વિચારણા હેઠળના પ્રશ્ન સંબંધે સરકારના જુદા જુદા વિભાગોની પ્રવર્તમાન સુચનાઓ/ નિયમોને અનુલક્ષીને અને જરૂર જણાયે તેની જોગવાઈઓ ટાંકીને ફાઈલ રજુ કરવામાં આવે છે. ડેલીગેશન ઓફ પાવર્સ અન્વયે કરવામાં આવેલ સત્તાસોંપણીના હુકમો મુજબ સક્ષમ અધિકારી સમક્ષ નિર્ણયાર્થે રજુ કરવામાં આવે છે. અને જયાં સામાન્ય વહીવટ વિભાગ/ નાણા વિભાગ કે અન્ય કોઈ વિભાગોનો પરામર્શ કરવાનું જરૂરી હોય ત્યાં જે તે અન્ય વિભાગના કાગળો રજુ કરવામાં આવતા હોય છે.
ઉપસચિવને મળતી ફાઈલમાં વિષયની જરૂરી છણાવટ કરી યોગ્ય લાગે તે મુજબ સુધારો/ અભિપ્રાય સુચવી ફાઈલ ઉપર નાયબ સચિવ/અધિક સચિવને રજૂ કરે છે. નાયબ સચિવ/ અધિક સચિવ ઘ્વારા ફાઈલ સચિવશ્રીને / અધિક મુખ્ય સચિવશ્રીને રજુ કરે છે અને ફાઈલોનો નિકાલ કરે છે.
જયાં જરૂર હોય ત્યાં અગ્ર સચિવશ્રી પાસેથી ફાઈલ માનનીય મંત્રીશ્રી/ માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે મોકલવામાં આવે છે અને યોગ્ય તે નિર્ણય લેવામાં આવે છે. સચિવાલય કક્ષાએ નિર્ણય માટે રજૂ થતાં કાગળો/ફાઈલો માટે વિચારણાના વિવિધ સ્તરો નકકી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શકય હોય ત્યાં વિચારણાના સ્તરો ધટાડવા માટે લેવલ જમ્પીંગથી નિર્ણયો કરવામાં આવે છે. તે પ્રમાણે વિભાગની વિવિધ શાખાઓ ઘ્વારા લેવલ-જમ્પીંગના હુકમો કરવામાં આવ્યા છે, તેની નકલો આ સાથે સામેલ રાખેલ છે.
આમ, નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે તે વિષયના પ્રવર્તમાન નીતિ - નિયમો, ચેનલ ઓફ સબમીશન તેમજ સત્તા સોંપણીના આધારે આખરી નિર્ણય માટેની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને ત્યારબાદ થયેલ નિર્ણય અનુસાર અરજદાર/ ખાતાના વડા કે અન્ય કચેરીઓને જે તે નિર્ણય પ્રમાણે જાણ કરવામાં આવે છે.
જયાં જરૂરી હોય ત્યાં સરકારના થયેલ નિર્ણય મુજબ હુકમો/ઠરાવો/પરિપત્રો/ નોટીફીકેશન બહાર પાડવામાં આવે છે