|
વિભાગ અંતર્ગત સહાયકી કાર્યક્રમો
આ વિભાગ હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરીમાં મુખ્ય બાબતો પૈકી કા.વ્ય, પોલીસ, હોમગાર્ડઝ, સૈનિક કલ્યાણ, ફોરેન્સીક સાયન્સને લગતી બાબતોનો સમાવેશ થાય છે. આ વિભાગ હેઠળની યોજનાઓમાં સબસિડી કે સહાયકીની જાહેર લાભાર્થીઓ માટેની કોઈ યોજના હોતી નથી. પરંતુ પોલીસ અને અન્ય દળોના જવાનો/અધિકારીઓને પ્રસંગોપાત સહાય આપવામાં આવે છે. જેની વિગતો નીચે જણાવ્યા મુજબ છે.
૧. શહીદ જવાનોના વારસદારોને / અપંગ જવાનોને સહાય આપવા અંગે.
- નિયામકશ્રી, સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ દ્વારા સૈનિકો/માજી સૈનિકો માટે સહાય અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તદનુસાર શહીદ થયેલ જવાનોના કુટુંબીજનો/ અપંગ જવાનોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
- શહીદ જવાનોના કુટુંબીજનોને કલેક્ટર મારફત સહાય વિતરણ કરવામાં આવે છે. અને તે લાભાર્થીઓની બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- આ યોજના અંતર્ગત મૃતક જવાનોના વારસદારોએ તેનું મરણનું પ્રમાણપત્ર/રેશનકાર્ડની નકલ/ અધિવાસનું પ્રમાણપત્ર અને આવકનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહે છે.
ર. મૃતક હોમગાર્ડસ જવાનના વારસદારોને સહાય આપવા અંગે.
- હોમગાર્ડઝ તરીકે ફરજ પરના મૃત્યુના કિસ્સામાં મૃતક હોમગાર્ડઝના વારસોને રૂ.ર લાખ સુધીની નાણાકીય સહાય ચુકવવામાં આવે છે.
- આ કામગીરી કમાન્ડન્ટ, ગૃહ રક્ષક દળની કચેરી દ્વારા કરવામા આવે છે.
|
|