|
|
પરિચય
ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.
ગૃહ વિભાગનો ટૂંકો ઈતિહાસ
- મુંબઈ રાજયમાંથી તા.1/5/1960 થી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
- 1986 માં ગૃહ વિભાગમાંથી વાહન વ્યવહાર પ્રભાગની કામગીરી બંદરો અને મત્સ્યદ્યોગ વિભાગને તબદીલ કરવામાં આવી
- 1990 માં બંદરો અને મત્સ્યોદ્યોગ વિભાગમાંથી વાહન વ્યવહાર પ્રભાગની કામગીરી ગૃહ વિભાગને તબદીલ કરવામાં આવી
- 1996 ના વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગમાંથી સચિવાલય પ્રવેશ નિયંત્રણ અને પાસપોર્ટની કામગીરી ગૃહ વિભાગને તબદીલ કરવામાં આવી.
- ઓગષ્ટ-1997 માં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાંથી નશાબંધી અને આબકારી વિભાગની કામગીરી ગૃહ વિભાગને તબદીલ કરવામાં આવી
- માર્ચ-2005 માં સચિવાલય પ્રવેશ નિયંત્રણની કામગીરી સામાન્ય વહીવટ વિભાગ ને તબદીલ કરવામાં આવી.
- સપ્ટે.-2005 માં ગૃહ વિભાગના વાહન વ્યવહાર પ્રભાગની કામગીરી બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ને તબદીલ કરવામાં આવી
- ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તક છે.
- રાજ્ય કક્ષાના મંત્રી ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.
- Shri Mukesh Puri, આઈ.એ.એસ., ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ છે.
- શ્રીમતી નિપુણા તોરવણે , આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.
ગૃહવિભાગનીમુખ્ય કામગીરી
- કાયદો અને વ્યવસ્થાની જાળવણી
- આંતરિક સુરક્ષાની જાળવણી
- ગુન્હાઓની તપાસ, શોધખોળ તથા પ્રોસીકયુશન
- રાજ્યની આંતરિક સલામતી
ગૃહ વિભાગને સોંપવામાં આવેલ વિષયો
1. જાહેર સુલેહ શાંતિ
2. રાજ્ય સામેના ગુનાઓ
3. ઈન્ટેલીજન્સ
4. રાજકીય અને કોમી બનાવો તેમજ કોમી એખલાસ
5. અનિચ્છનીય બનાવો તથા તોફાનોથી થતા વિક્ષેપો
6. પાસપૉર્ટ અને વિઝા
7. લાંચ રૂશ્વત વિરોઘી કાર્યવાહી
8. ગૃહ રક્ષક દળ
9. નાગરિક સંરક્ષણ
10. ગ્રામરક્ષક દળ
11. રાજ્ય અનામત પોલીસ દળ
12. રેલવે પોલીસ
13. હથિયાર તથા દારૂગોળાનું લાઈસન્સ
14. ન્યાય સહાયક વિજ્ઞાન
15. રક્ષા યુનિવર્સિટી
16. જેલો
17. નશાબંધી અને આબકારી જકાત
18. માનવ અધિકાર
|
|
|