સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ
· સરહદી વિસ્તાર વિકાસ કાર્યકમ એ ૧૦૦ કેન્દ્ર પુરસ્કૃત ભારત સરકાર દ્વારા સને ૧૯૯૩-૯૪થી રાજયમાં અમલી છે. આ કાર્ય આંતરરાષ્ટ્રીય ભૂમિ ધરાવતા દેશના ૧૭ રાજયોમાં અમલી છે. આ યોજનાનો મૂળ હેતુ સરહદી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાની મૂળભૂત આવશ્યકતાઓને ઘ્યાને લઈને જીવન સુધારવાનો છે. આ કાર્યક્રમ માટે ભારત સરકાર દ્વારા અનુદાનની ફાળવણી આંતર રાષ્ટ્રીય ભૂમિ સરહદ વિસ્તાર અને તેમાંની વસ્તીને ઘ્યાને રાખીને કરવામાં આવે છે.
· ગુજરાત રાજયમાં આ યોજના ત્રણ સરહદી જિલ્લા કચ્છ (ભૂજ, ભચાઉ, લખપત, માંડવી, અને રાપર તાલુકા ) બનાસકાંઠા ( વાવ તાલુકો ) અને પાટણ ( સાંતલપુર તાલુકો ) માં અમલી છે.
· આ યોજનાના અમલ માટે ભારત સરકારની માર્ગદર્શક સુચનાઓ અમલમાં છે. આ સૂચનાઓ અનુસાર જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીના અઘ્યક્ષપણા હેઠળ જિલ્લાકક્ષાની સમિતિ રચવામાં આવેલ છે. જેમાં જે તે જિલ્લાના સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ તેમજ સ્થાનિક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારની સૂચનાઓ મુજબ જિલ્લા કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સંકલનમાં કામોની અગ્રતા આપી તેના પર વિચારણામાં કરી કામો આખરી કરવામાં આવે છે. આ સમિતિ વિવિધ સદરોના વિકાસ અને સલામતીના કામો રજુ કરે છે, આ કામો રાજય કક્ષાએ મુખ્ય સચિવશ્રીના અઘ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલ સ્ક્રીનીંગ સમિતિમાં રજુ કરી તેમાં મંજુર થયેલ કામોની દરખાસ્તો ભારત સરકારને મોકલી આપવામાં આવે છે. આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતા કામોમાં સામાન્યત: સલામતી (સરહદી સુરક્ષા સાથે સંકળાયેલ એજન્સીઓ માટે) ઉપરાંત આંતરમાળખાકિય સુવિધા સુદ્રઢ થાય તેવા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઈ, કૃષિ, અને રસ્તાના કામોનો તેમજ ગ્રીન હાઉસ, સોલાર વીજળીના સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
· ભારત સરકાર દ્વારા દર વર્ષે મંજૂર થતી કરાયેલ અનુદાનમાંથી મહત્તમ ૧૦ ટકા રકમ સલામતી માટે વાપરવામાં આવે છે. જયારે બાકીની ૯૦ ટકા રકમ અન્ય વિકાસ કામો માટે વાપરી શકાય છે.
· આ યોજના હેઠળ ફાળવવામાં આવતી રકમ કચ્છ, બનાસકાંઠા અને પાટણ વચ્ચે અનુકમે ૯ : ર : ૧ ના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. સને ૨૦૧૨-૧૩ના વર્ષ માટે ભારત સરકારે આ કાર્યકમ માટે રૂ. ૪૫.૦૫ કરોડ ફાળવ્યા છે.
|