પ્રસ્તાવના
આ પુસ્તિકા (માહિતી અધિકાર અધિનિયમ- ર૦૦૫) ની ૫શ્ચાદભૂમિકા અંગે જાણકારી
સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા અને અધિકારીઓ/કર્મચારીઓને ફરજો પ્રત્યે ખૂબ જવાબદાર બનાવવાના હેતુથી તેમજ સરકાર ઘ્વારા બહાર પાડવામાં આવતી માહિતી નાગરિકો મેળવી શકે તે માટે આ અધિનિયમ અમલી બનાવવામાં આવેલ છે.
આ પુસ્તિકાનો ઉદ્દેશ/હેતુ
આ પુસ્તિકાનો ઉદ્દેશ ગૃહ વિભાગ કઈ કઈ પ્રજાલક્ષી / પ્રજા ઉ૫યોગી / પ્રજાની ફરિયાદનું નિવારણ કરવાની કાર્યવાહી કરે છે, અને તે સંબંધી જરૂરી માહિતી / વિગતો મેળવવા માટે જરૂરી અધિકાર પ્રાપ્ત કરાવવાનો છે.
આ પુસ્તિકા કઈ વ્યકિતઓ / સંસ્થાઓ / સંગઠનો વગેરેને ઉ૫યોગી છે.
આ પુસ્તિકા સામાન્ય નાગરિક, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો વગેરેને ઉ૫યોગી છે.
કોઈ વ્યકિત આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માંગે તો તે સંબંધિત જાહેર માહિતી અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે છે.
આ પુસ્તિકામાં ઉ૫લબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની નિયત કરેલ કાર્ય૫ઘ્ધતિ અને ફી ભરીને જરૂરી માહિતી સંબંધિત જાહેર માહિતી અધિકારી પાસેથી મેળવી શકે છે.
આ પુસ્તિકામાં નીચે મુજબના ૧૭ મેન્યુઅલમાં ગૃહ વિભાગને લગતી વિવિધ માહિતીનો સંચય કરવામાં આવેલ છે. જેની મેન્યુઅલવાઈઝ અનુક્રમણિકા નીચે મુજબ છે :
|