Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

અધિકારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

અધિકારીઓની સત્તા અને ફરજો

માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમના હસ્તકના ગૃહ વિભાગની કામગીરી માટે નિર્ણય લેવા વિભાગના જુદા જુદા અધિકારીઓને તા.18/08/2008ના અલગ અલગ હુકમોથી સત્તા સોંપણીના હુકમો કરવામાં આવેલ છે. આ હુકમો અનુસાર વહીવટી / નાણાકીય મર્યાદામાં જે સત્તા સોંપણી કરવામાં આવેલ હોય તે મુજબ જે તે અઘિકારીએ તેમની કક્ષાએ નિર્ણય લેવાનો રહે છે.

નાણા વિભાગ દ્વારા નાણાકીય સત્તા સોંપણી નિયમો, 1998 અતર્ગત નાણાકીય સત્તા સોંપણી (Financial Delegation) કરવામાં આવેલ છે. આ સત્તા સોંપણી અંતર્ગત અને જયાં જરૂર જણાય ત્યાં નાણા વિભાગના પરામર્શમાં નાણાકીય બાબતને લગતા નિર્ણય લેવાના હોય છે.

આ ઉપરાંત સચિવાલય કચેરી કાર્યપઘ્ધતિમાં સચિવાલયના કર્મચારીઓ/ અધિકારીઓના કાર્યો અને સત્તાઓ નિર્દિષ્ટ કરવામાં આવેલ છે.

 

 

અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)

વિભાગના વહીવટી વડા છે. ગૃહ વિભાગની તમામ કામગીરી તેમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવે છે. તેમની મુખ્ય કામગીરીમાં મંત્રીમંડળની બેઠકમાં તથા સચિવશ્રીઓની બેઠકમાં હાજર રહેવું અને ગૃહ વિભાગની અગત્યની નીતિ વિષયક બાબતોમાં માર્ગદર્શન/નિર્ણય લેવાની કામગીરીનો સમાવેશ થાય છે.


અધિક મુખ્ય સચિવશ્રી(ગૃહ) હેઠળ નીચે જણાવેલા અધિકારીઓ ફરજો બજાવે છે. તેમની કામગીરીની વિગતો ટૂંકમાં નીચે મુજબ છે.

 

સચિવશ્રી (ગૃહ)

વિભાગ હેઠળની ફરિયાદ શાખાઓની કામગીરી, નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, બિન રાજ્યપત્રિત પોલીસ મહેકમ, પોલીસ આધુનિકરણ, ફોરેનર્સ સેકશન, નશાબંધી અને આબકારી જકાત, જેલ, પોલીસ આવાસ નિગમને લગતી કામગીરી તેઓ બજાવે છે.

 

અધિક સચિવશ્રી (કાયદો અને વ્યવસ્થા)

તેઓની હસ્તક કાયદો અને વ્યવસ્થા, કોમી બાબતો, પાસા, પોટા, બોર્ડર મેનેજમેન્ટ, બોર્ડર સિક્યુરિટી, સાઈબર ક્રાઈમ, હદપારી તથા એકસ્પ્લોઝીવ એકટ હેઠળની અપીલોને લગતી બાબતોનો સમાવેશ થાય છે. તેમની નીચે ઉપ સચિવશ્રી (કા.અને વ્ય.-1) અને ઉપ સચિવશ્રી (કા.અને વ્ય.-2) ફરજો બજાવે છે. તેમની હસ્તક         ‘વિશેષ-1’, ‘વિશેષ-2’, ‘વિશેષ-3’, ‘વિશેષ-4’, ‘વિશેષ-5’, ‘બી-એમ’ અને ‘સ્પેશીયલ ટીમ’  શાખાઓ આવેલી છે.

 

અધિક સચિવશ્રી (કર્મચારી ગણ)

તેઓ રાજ્યપત્રિત અને આઈ.પી.એસ. પોલીસ અધિકારીઓનું મહેકમ, રાજ્યપત્રિત અને આઈ.પી.એસ. પોલીસ અધિકારીઓના PAR ની કામગીરી, સીવીલીયન રાજ્યપત્રિત અધિકારીઓના મહેકમ વિષયક બાબતો, હથિયાર ધારા હેઠળની કામગીરી અને તે હેઠળની અપીલોની કામગીરી સંભાળે છે. તેમની નીચે ઉપસચિવશ્રી (ક.ગ.) ફરજો બજાવે છે.  તેમની હસ્તક ‘બ’, ‘સી.આર.સેલ’, અને ‘મ’ શાખાઓ આવેલી છે.

 

નાયબ સચિવશ્રી (બજેટ અને સંકલન)

તેઓની હસ્તક ગૃહ વિભાગ અને તેના ખાતાના વડાની કચેરીઓના બજેટની કામગીરી, સંકલનની કામગીરી, પોલીસ આવાસ નિગમની કામગીરી, પાક./બાંગ્‍લાદેશી નાગરિકને લગતી કામગીરી અને વિદેશીઓને લગતી બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે. તેમની  નીચે  ઉપ સચિવશ્રી(બજેટ,સંકલન અને ફોરેનર્સ) ફરજો બજાવે છે. તેઓની હસ્તક ‘બજેટ’, ‘સંકલન’ ,‘લ’ , ‘ફ-1’ અને ‘ફ-2’, શાખાઓ આવેલી છે.

 

નાયબ  સચિવશ્રી (તપાસ)

તેઓ પોલીસ અધિકારી/ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસ, અપીલ અને રીવીઝન અરજી, IPS સહિત રાજયપત્રિત પોલીસ અધિકારી સંવર્ગની પ્રાથમિક તપાસ અંગેની કામગીરી, જેલ મહેકમની લગતી તમામ કામગીરી, આઇ.ટી. રિલેટેડ તમામ કામગીરી સંભાળે છે. તેમની  નીચે  ઉપ સચિવશ્રી (જેલ) ફરજો બજાવે છે. તેઓના હસ્તક ‘ગ’, ‘જ’, ‘આઈ.ટી.’ શાખાઓ આવેલી છે.

 

નાયબ સચિવશ્રી (મહેકમ)

તેઓની હસ્તક વિભાગની સ્થાનિક મહેકમ, નાગરિક સંરક્ષણ, સૈનિક કલ્‍યાણ, ગૃહરક્ષકદળ, સરહદી પાંખ, ગૃહ રક્ષકદળની મહેકમની કામગીરી, પોલીસ કલ્‍યાણ-પેશગીઓની મંજુરી, યુનિફોર્મ, તમામ કમિટીઓ વગેરે માનવ અધિકારને લગતી વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે. તેમની  નીચે  ઉપ સચિવશ્રી(મહેકમ) અને ઉપ સચિવશ્રી (હોમગાર્ડઝ) ફરજો બજાવે છે. તેમની હસ્તક ‘ક’, ‘રોકડ’ ,’ રજીસ્ટ્રી’ , ‘ફ’, ‘ટ’, ‘માનવ અધિકાર’ શાખાઓ આવેલી છે.

 

નાયબ સચિવશ્રી (ફરિયાદ અને નશાબંધી)

તેઓ નાગરિકો તરફથી નાગરિકો વિરુદ્ધ તથા પોલીસ વિરુઘ્ધ મળતી ફરિયાદો, એસ.સી. / એસ.ટી. કમિશન,  રાજય પોલીસ કમ્પ્લેઇન ઓથોરીટી તથા જિલ્લા પોલીસ કમ્પ્લેઇન ઓથોરીટીની બાબતો, ગુજરાત તકેદારી આયોગ(GVC), લાંચરૂશ્‍વત વિરોધી બ્‍યૂરોને(ACB) લગતી કામગીરી અને નશાબંધી ખાતાના મહેકમની કામગીરી સંભાળે છે. તેમની  નીચે  ઉપ સચિવશ્રી (ફરીયાદ અને નશાબંધી) ફરજો બજાવે છે. તેઓની હસ્તક ‘ડ’, ‘ઝ’ ,‘ન’ , ‘ઈ-1’ અને ‘હ’, શાખાઓ આવેલી છે.

 

નાયબ  સચિવશ્રી (ટી.સી. એન્ડ ટી.)

તેઓ ફોરેન્સીક સાયન્સની કચેરી, પોલીસ ખાતાના બિન-રાજ્યપત્રિત કર્મચારીઓ ઉપરાંત સીવીલીયન કર્મચારીઓના મહેકમ વિષયક બાબતો, પોલીસ અધિકારીઑની દેશ-વિદેશની તાલીમની કામગીરી, પોલીસ આધુનિકરણની કામગીરી, નવા પોલીસ સ્ટેશનની રચના, પોલીસ સ્ટેશનોના પ્રાદેશિક વિસ્તાર નકકી કરવો, ટ્રાફિક સમસ્યા, પોલીસ વાહનો અને એમ.એ.સી.ટી. કેસોની કામગીરી એસ.આર.પી., ચેતક કમાન્ડો વગેરેને લગતી કામગીરી સંભાળે છે. તેમની નીચે ઉપ સચિવશ્રી (ટી.સી. એન્ડ ટી.) ફરજો બજાવે છે. તેમની હસ્તક ‘સ’, ‘સી-૧’, ‘વ’ ,’અ’ અને ‘અ-૧’ શાખાઓ આવેલી છે.

 

ઉપસચિવ :

સામાન્યત: ઉપસચિવ હેઠળ બે કે તેથી વધુ શાખાઓ આવેલી હોય છે. ઉપસચિવ નાયબ સચિવ અને શાખાઓ વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવે છે.

 

સેકશન અધિકારી :

શાખાના વડા છે.તેમની હેઠળ ત્રણ-ચાર નાયબ સેકશન અઘિકારી અને કચેરી સહાયક ફરજ બજાવતા હોય છે. શાખાની સમગ્ર કામગીરી માટે તેઓ જવાબદાર છે. નાયબ સેકશન અઘિકારી દ્વારા રજૂ કરાતી ફાઈલો સામાન્ય રીતે સેકશન અધિકારી દ્વારા ઉપરી અઘિકારીઓને રજૂ થતી હોય છે. જે કિસ્સામાં સેકશન અઘિકારી કક્ષાએ લેવલ જમ્પીંગ કરવામાં આવેલ હોય તેવી ફાઈલો નાયબ સેકશન અઘિકારી દ્વારા સીધેસીધી ઉપસચિવ અને ઉપરી અધિકારીને રજૂ થતી હોય છે. સેકશન અઘિકારીએ તેમના હાથ નીચેના નાયબ સેકશન અઘિકારીઓને માર્ગદર્શન આપવાનું તથા કેટલીક ફાઈલો જાતે પણ રજૂ કરવાની રહે છે.પ્રમાણમાં અઘરા અને સમય-મર્યાદાવાળા કેસો સેકશન અધિકારીએ જાતે રજૂ કરવાના રહે છે. સચિવાલયમાં શાખા કક્ષાએ સેકશન અઘિકારીની જગ્યા ખૂબ જ મહત્વ ધરાવતી જગ્યા છે.

 

 

કર્મચારીઓની ફરજો

 

નાયબ સેકશન અધિકારી:

શાખામાં થતી કામગીરી શાખા હેઠળના જુદા જુદા નાયબ સેકશન અઘિકારીને વહેંચવામાં આવે છે અને શાખામાં મળતી ટપાલો/પત્રો/ફાઈલો જે તે સબંધિત નાયબ સેકશન અઘિકારીને આપવામાં આવે છે.નાયબ સેકશન અઘિકારીએ તેને મળતી ટપાલો પ્રથમ કાર્યપત્રકમાં નોંધીને તે અંગે આગળની જરૂરી કાર્યવાહી માટે ફાઈલમાં રજૂ કરવાની રહે છે. આ રીતે ફાઈલ રજૂ કરતી વખતે કોઈ માહિતી ખૂટતી હોય તો સબંધિત ખાતાના વડા/કચેરી/અરજદાર પાસેથી મેળવીને ત્યારબાદ આખરી વિચારણા માટે નાયબ સેકશન અઘિકારી દ્વારા કાગળો રજૂ કરાતા હોય છે. ત્યારબાદ ફાઈલમાં થયેલ નિર્ણય મુજબ લખવાના થતા પત્ર / હુકમ /પરિપત્ર વગેરેનો મુસદો નાયબ સેકશન અઘિકારી દ્વારા રજૂ કરવામાં આવે છે.

 

ઓફિસ આસીસ્ટન્ટ:

          શાખામાં આવતી ટપાલો/ફાઈલો/રેકર્ડનું ઈનવર્ડ અને આઉટવર્ડ, શાખાના રેકર્ડની જાળવણી અને નિભાવ સંબંધિત કામગીરી, શાખા અધિકારી/ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવતી અંગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગ, ઈમેઈલ અને ઈન્ટરનેટને લગતી કામગીરી, શાખામાં ફાળવેલ ઈલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ અંગેની કામગીરી વગેરે જેવી કામગીરી ઉપરાંત શાખા અધિકારી/ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવાની રહે છે.

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ