Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

જીજે/જીયુજે/૧૦-એમઆઇએસસી/ર૯૯૮/૧૭૮૪/ભાગ-૩/ડી ૮-૨-૦૫
Rating :  Star Star Star Star Star   

ગુજરાત (નાણાંકીય સંસ્થઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩ હેઠળ જાહેરનામું

 

ગૃહ વિભાગ

સચિવાલય, ગાંધીનગર

૮મી ફેબ્રુઆરી, ર૦૦પ.

 

ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩.

 

        ક્રમાંક - જીજે/જીયુજે/૧૦-એમઆઇએસસી/ર૯૯૮/૧૭૮૪/ભાગ-૩/ડી. ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩ (સન ર૦૦૪ના ગુજરાતના ૧લો)ની કલમ-૨૦ની પેટા કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકાર, આથી નીચેના નિયમો કરે છે.

  1. ટૂંકી સંખ્યા -  આ નિયમો ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત નિયમો, ર૦૦પ કહેવાશે.

  2. વ્યાખ્યા -     આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો

(ક)  "અધિનિયમ'' એટલે ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩ (સન ર૦૦૪નો ગુજરાતનો ૧લો),

(ખ)  "સક્ષમ સત્તાધિકારી'' એટલે કલમ પ હેઠળ નીમેલા સક્ષમ સત્તાધિકારી.

(ગ)  અધિનિયમમાં વ્યાખ્યાયિત કરેલા અને વાપરેલા પણ આ નિયમોમાં વ્યાખ્યાયિત કરેલા ન હોય તેવા શબ્દો અને શબ્દપ્રયોગોનો, અધિનિયમમાં તેમનો જે અર્થ કરવામાં આવ્યો છે તે જ થશે.

  1. સક્ષમ સત્તાધિકારીની માહિતી માંગવાની સત્તા -- અધિનિયમની કલમ ૪ હેઠળનો હુકમ અથવા વચગાળાનો હુકમ મળ્યે, સક્ષમ સત્તાધિકારી નાણાંકીય સંસ્થાના કોઇ સ્થાપકો, ડિરેકટરો, ભાગીદારો અથવા સભ્ય અથવા નાણાંકીય સંસ્થાઓમાં હોદ્દો ધરાવતી કોઇ વ્યક્તિ અથવા આવી નાણાંકીય સંસ્થાના મેનેજર અથવા કર્મચારીઓ અથવા સરકારના અથવા સ્થાનિક સત્તામંડળના કોઇ અધિકારી અથવા સત્તાધિકારી અથવા અન્ય કોઇપણ વ્યક્તિ પાસેથી માહિતી માંગી શકશે.

  2. ટાંચમાં લીધેલા નાણા અથવા મિલકત અથવા અસ્કયામતોના રેકર્ડ જાળવવા બાબત-

(૧) પેટા કલમ(૧) હેઠળ ટાંચમાં લીધેલા અને પેટા-કલમ (ર) હેઠળ સક્ષમ સત્તાધિકારીમાં નિહિત થયેલા તમામ નાણાંકીય અથવા મિલકત અથવા અસ્કયામતો સીલ કરવી જોઇશે અને તે સક્ષમ સત્તાધિકારીના નિયંત્રણમાં રહેશે.

(ર) સક્ષમ સત્તાધિકારીએ પોતાને મળેલા, વહીવટ અને નિકાલ કરવામાં આવતા નાણાં, મિલકતો અથવા અસ્કયામતોનું રેકર્ડ જાળવવું જોઇશે અને આવું રેકર્ડ મુકરર કોર્ટને સાદર કરવું જોઇશે.

  1. ટાંચમાં લીધેલા નાણા, મિલકત અને અસ્કયામતોનો વહીવટ -
    કલમ-૪ હેઠળ ટાંચનો હુકમ અથવા વચગાળાનો હુકમ પ્રસિદ્ધ થયે
    , સક્ષમ સત્તાધિકારીએ, ટાંચમાં લીધેલા અથવા પોતાનામાં નિહિત થયેલા નાણા, મિલકત અને અસ્કયામતોનું વિગતવાર હિસાબ આપતું અથવા વર્ણન કરતું પત્રક તરત જ તૈયાર કરવું જોઇશે અને થાપણદાર અને નાણાંકીય સંસ્થાના ઉત્તમ હિતમાં વ્યવહાર્ય હોય તેટલે સુધી, પોતે યોગ્ય ગણે તેવી રીતે સદરહું નાણા, મિલકત અને અસ્કયામતોને વહીવટ કરવો જોઇશે.

  2. પોલીસ સત્તાધિકારીને હુકમ કરવાની સક્ષમ સત્તાધિકારીને સત્તા-
    પોલીસ સ્ટેશનનો કોઇ હવાલો ધરાવતા કોઇ અધિકારીએ
    , સક્ષમ સત્તાધિકારી દ્વારા પોતાને ફરમાવવામાં આવ્યે, મિલકતની ભાળ મેળવીને તેની ઓળખ નક્કી કરવાના હેતુથી કોઇ વ્યક્તિ, ઠામ ઠેકાણા, મિલકતને લગતા દસ્તાવેજો, હિસાબોના ચોપડા વિ.ના સંબંધમાં તપાસ અથવા પૂછપરછ કરવી જોઇશે.

  3. ફરાર વ્યક્તિઓ સંબંધી સત્તા - સક્ષમ સત્તાધિકારીને એવી ખાતરી થાય અથવા પોતાને એમ માનવાને કારણ હોય કે જેના સંબંધમાં અધિનિયમ હેઠળની કાર્યવાહી વિચારાધીન હોય તે વ્યકિત ફરાર થઇ છે અથવા પોતાની જાતને છુપાવે છે ત્યારે સક્ષમ સત્તાધિકારી, મુકરર કોર્ટને તેનો લેખિતમાં રીપોર્ટ કરશે.

  4. મિલકતનું વેચાણ અથવા નિકાલ કરવાની સક્ષમ સત્તાધિકારીની સત્તા - કલમ-૪ની પેટા-કલમ (૧) હેઠળ ટાંચમાં લીધેલ અને પેટા-કલમ (ર) હેઠળ સક્ષમ સત્તાધિકારીમાં નિહિત થયેલી કોઇપણ મિલકત ઝડપથી અથવા કુદરતી રીતે બગડી જાય તેવી હોય અથવા અન્યથા તેમ કરવું ઇષ્ટ હોય તો સક્ષમ સત્તાધિકારી, મુકરર કોર્ટની પરવાનગી મેળવ્યા પછી, પોતે યોગ્ય ગણે એવી રીતે અસ્કયામતની નાશવંત ચીજવસ્તુઓનું વહેલામાં વહેલી તકે જાહેર હરાજીથી વેચાણ કરી શકશે અથવા અન્યથા તેનો નિકાલ કરી શકશે અને નાણાંકીય સંસ્થાના હિસાબમાં તેની ઉપજનો સમાવેશ કરી શકશે અને મુકરર કોર્ટને તેની વિગતો સાદર કરશે.

  5. ટાંચમાં લીધેલા નાણા, મિલકત અથવા અસ્કયામતોની તબદીલી પર પ્રતિબંધ -

    અધિનિયમની કલમ-૪ હેઠળ કોઇ નાણાંકીય સંસ્થાના નાણા, મિલકત અથવા અસ્કયામતો ટાંચમાં લેતો અને તેને સક્ષમ સત્તાધિકારીમાં નિહિત કરતો હુકમ અથવા વચગાળાનો હુકમ કરવામાં આવે ત્યારે આવા નાણા અથવા મિલકત અથવા અસ્કયામતો તે બીજી કોઇ વ્યક્તિને કોઇપણ રીતે તબદીલ કરી શકાશે નહી અને જો આવી તબદીલી કરવામાં આવે તો તે રદબાતલ ગણાશે.

  6. સક્ષમ સત્તાધિકારીએ ખાસ પબ્લિક પ્રોસીકયુટરને સહાય કરવા બાબત -
    સક્ષમ સત્તાધિકારી મુકરર કોર્ટમાં કેસ ચલાવવાના હેતુ માટે ખાસ પબ્લીક પ્રોસીકયુટર અથવા યથાપ્રસંગ
    , ખાસ ગર્વમેન્ટ પ્લીડરને તમામ માહિતી પૂરી પાડવી જોઇશે અને તેની સહાય કરવી જોઇશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

આર. ટી. વાધેલા

નાયબ સચિવ

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ