Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ
Rating :  Star Star Star Star Star   

 

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદી જુદી સમિતિઓ

 

નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં સલાહના હેતુ માટે સચિવાલયકક્ષાએ બોર્ડ, કાઉન્સીલ, સમિતિ અને બીજા મંડળો સંબંધમાં બોર્ડ કે કાઉન્સિલ અસ્તિત્વમાં નથી. પરંતુ, વહીવટી કામગીરી સંદર્ભે નીચે પ્રમાણેની સમિતિઓ અસ્તિત્વમાં છે.

1.ગૃહ વિભાગ માટેની ધારાસભ્‍યશ્રીઓની પરામર્શ સમિતિ

 

સચિવાલયના વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે દરેક વિભાગ માટે ધારાસભ્‍યની પરામર્શ સમિતિની રચના કરવામાં આવે છે.

ગૃહ વિભાગની કામગીરીમાં સલાહસૂચન વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. તે સમિતિમાં આ સાથ સામેલ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગના તા.૨/૧૦/૨૦૦૨ ના ઠરાવમાં જણાવ્‍યા મુજબ ધારાસભ્‍યશ્રીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

 આ સમિતિ મુખ્‍યત્‍વે રાજ્યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીમાં ઉપયોગી થાય તથા રાજ્યની પ્રજા ભયમુકત અને સલામત જીવન જીવી શકે તે માટે જરૂરી સલાહ સૂચનો કરે છે. અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરે છે.

આ સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ જાહેર પ્રજા માટે ઉપલબ્ધ કરવાની પ્રથા નથી. 

2. ખાતાકીય પસંદગી સમિતિ :

 

સરકારી કર્મચારી / અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપતી વખતે તેમના ખાનગી અહેવાલ તથા તેમની સામે ખાતાકીય તપાસ /પ્રોસીકયુશન કેસ છે કે કેમ, વગેરે વિગતો વિચારણામાં લઈને ખાતાકીય પસંદગી સમિતિ દ્વારા બઢતી માટેની યોગ્ય અધિકારીઓ / કર્મચારીઓની પસંદગી યાદી બનાવવામાં આવે છે. વિવિધ સંવર્ગના કર્મચારી / અધિકારી માટેની ખાતાકીય બઢતી સમિતિ અલગ અલગ કક્ષાના સીનીયર અધિકારીઓની બનેલી હોય છે. આ રીતે બનાવાયેલ પસંદગી યાદી અંગે ત્યારબાદ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવવામાં આવે છે. અને જે જગ્યાઓની પસંદગી યાદી અંગે ઠરાવો જરૂરી હોય ત્યાં જાહેર સેવા આયોગની મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવતી હોય છે અને આયોગની મંજૂરી મળ્યેથી નિયમિત ધોરણે બઢતીઓ આપવામાં આવે છે.

સા.વ.વિભાગ દ્વારા હવે સંયુકત ખાતાકીય બઢતી સમિતિઓની પણ રચના કરવામાં આવેલ છે. જે કિસ્સામાં ખાતાકીય બઢતી સમિતિમાં આયોગના અઘ્યક્ષ અને અન્ય સભ્યોનો પણ સમાવેશ થતો હોય છે અને તેવા કિસ્સામાં આયોગની મંજૂરી માટે ત્યારબાદ કરાસ્ત મોકલવાની રહેતી નથી.

3. મહિલા સુરક્ષા સમિતિ :-

 

રાજયની મહિલાઓ સામેના અત્યાચાર રોકવા માટે ગૃહ વિભાગ ત. ૬-૩-૦૧ ના ઠરાવ ક્રમાંક: પરચ-ર૯૯૦-૧૮૬૪-ન અન્વયે રાજય કક્ષાની મહિલા સુરક્ષા સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. આ સમિતિમાં નીચે મુજબના સભ્યો છે.

૧. માનનીય મુખ્યમંત્રીશ્રી (ગૃહ) અઘ્યક્ષ

ર. રાજયમંત્ર મંડળના મહિલા સભ્યો સભ્ય

૩. રાજયમાંથી ચુંટાયેલ મહિલા સંસદસભ્યો સભ્ય

૪. ત્રણ/ચાર મહિલા ધારાસભ્યો સભ્ય (સરકાર નકકી કરે તે પ્રમાણે)

પ. અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ) સભ્ય

૬. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી. સભ્ય

૭. ૩૦ બીન સરકારી સભ્યો ( મહિલા કાર્યકરો) સભ્ય

૮. હોદ્દાની રુએ નિમાયેલા સભ્યો સભ્ય

૯. વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સીઆઈડી સભ્ય સચિવ (ગુન્હા અને રેલ્વે)

 

શહેર/ જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ :-

 

મહિલાઓની સમાજમાં મહત્વની ભૂમિકા અને અગત્યનું સ્થાન રહેલું છે. મહિલા અત્યાચારની બાબતને સરકાર ગંભીરતાથી જુએ છે. સમાજમાં બનતા મહિલા અત્યાચારના નિવારણમાં સ્વૈચ્છિક મહિલા કાર્યકરોના અનુભવનો લાભ મેળવી શકાય અને પોલીસ તપાસની વિશ્વસનીયતા વધે તથા મહિલા/સ્ત્રી વિરોધી ગુન્હાઓમાં સંડોવાયેલા તત્વોને ખુલ્લા પાડી તેમજ સજા થાય તે હેતુથી તથા અટકાયાત્મક તથા નિવારદ પગલાંઓનો વિસ્તાર પૂર્વક ચર્ચા કરી શકાય તે હેતુથી સરકારે પોલીસ કમિશ્નરના કાર્યક્ષેત્રમાં આવતા શહેર વિસ્તાર તથા તે સિવાયના જિલ્લાઓ માટે શહેર/જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના અંગે તથા સમિતિના બિન સરકારી સભ્યોને મળવાપાત્ર સવલતો અંગેના વિવિધ હુકમો કરેલાં છે. ગૃહ વિભાગની તા. ૧/૧૦/૯૪ ના ઠરાવ ક્રમાંક: મહસ-ર૯૯૪-પ૮૬-ડ થી નીચે મુજબ શહેર/જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવેલ છે.

૧. પોલીસ કમિશ્નરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર માટે શહેર મહિલા સુરક્ષા સમિતિ તથા તે સિવાયના વિસ્તારના પ્રત્યેક પોલીસ જિલ્લા માટે મહિલા સુરક્ષા સમિતિની રચના કરવાની રહેશે.

 

ર. સમિતિનું માળખું નીચે મુજબ છે.

 

શહેર મહિલા સુરક્ષા સમિતિ

જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ

૧.

પોલીસ કમિશ્નરશ્રી, અઘ્યક્ષ

૧.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી - અઘ્યક્ષ

ર.

નિવાસી નાયબ કલેકટરશ્રી - સભ્ય

ર.

જિલ્લા પોલીસ અધિકારીશ્રી- સભ્ય

૩.

નાયબ પોલીસ કમિશ્નરશ્રી, (મુખ્યમથક) સભ્ય સચિવ

૩.

નાયબ પોલીસ અધિકારીશ્રી - સભ્ય (મુખ્યમથક) સચિવ.

૪.

જિલ્લા સ.ક.અધિકારી - સભ્ય

૪.

જિલ્લા સ.ક.અધિકારીશ્રી - સભ્ય

પ.

ઓછામાં આછા ૧૦ અને વધુમાં વધુ ૧પ મહિલા સભ્યો કે જેમાં તમામ પોલીસ ઝોન વિસ્તારને સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવાનું રહેશે. વધુમાં આ સભ્યોમાં એક અનુસુચિત જાતિ, એક અનુસુચિત જનજાતિ, એક અન્ય પછાત વર્ગ અને એક લધુમતી કોમની મહિલા હોવી જોઈશે. આ સભ્યોની નિમણુંક સરકારશ્રીની અનુમતિ મેળવીને સંબંધિત પોલીસ કમિશ્નરશ્રીએ કરવાની રહેશે.

પ.
 

નિવાસી નાયબ કલેકટર-સભ્ય. ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૧પ મહિલા સભે, જે પૈકી જિલ્લા તમામ તાલુકા દીઠ એક મહિલા સભ્ય હોવી જોઈએ. વધુમાં આ સભ્યોમાં એક અનુસુચિત જાતિ, એક અનુસુચિત જનજાતિ, એક અન્ય પછાત વર્ગ અને એક લધુમતિ કોમની મહિલા હોવી જોઈશે. આ સભ્યોની નિમણૂંક સરકારીશ્રીની અનુમતિ મેળવીને સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટે કરવાની રહશે. આ માટે તેઓએ સંબંધિત જિલ્લા પોલીસ વડાનો પરામર્શ કરીને સરકારશ્રીને દરખાસ્ત મોકલવાની રહેશે

૬.

શહેરમાંથી ચૂંટાયેલા તમામ મહિલા ધારાસભ્યશ્રીઓ.

૭.

જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ મહિલા   ધારા-સભ્યશ્રીઓ.

૭.

શહેરમાં રહેતા તમામ લોકસભાના સભ્યશ્રીઓ.

૮.

જિલ્લામાંથી ચૂંટાયેલ તમામ લોકસભાના મહિલા સભ્યશ્રીઓ. (ક્રમ ૭ અને ૯ માં શહેર વિસ્તાર સિવાયનો સમાવેશ થશે.)

શહેરમાં રહેતા તમામ રાજયસભાના મહિલા સભ્યશ્રીઓ.

૯.

જિલ્લામાં રહેતા તમામ રાજયસભાના મહિલા સભ્યશ્રીઓ.

 

 4. પોલીસ સલાહકાર સમિતિ :

 

રાજ્યમાં ગુન્હા, ટ્રાફિક, અસ્પૃશ્યતાના ગુના અને જાહેર જનતાનો સહકાર વગેરે બાબતે પોલીસને ઉપયોગી થઈ શકે તેવા મુદ્દાઓ પરત્વે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા કરી આ સંદર્ભમાં ગૃહ ખાતાને સલાહ સૂચના આપવાના હેતુસર પોલીસ સલાહકાર સમિતિની રચના તા.૨૯/૧૧/૯૦ અને તા. ૧૫/૧૨/૯૮ના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પીએસી/૧૦૮૧/એમેઅચ-૪૦/મ થી કરવામાં આવેલ છે.

આ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ સલાહકાર સમિતિ, અમદાવાદ સિવાયના શહેરી વિસ્તાર માટે પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પોલીસ સલાહકાર સમિતિનું બંધારણ નીચે મુજબ છે.

૧. અમદાવાદ શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિ :

 

પોલીસ કમિશનર

પ્રમુખ

અધિક પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર, અમદાવાદ

ઉપપ્રમુખ

મેનેજર, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સવિર્સ અથવા તેમના પ્રતિનિધિ

સભ્ય

કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ અથવા તેમના પ્રતિનિધિ

સભ્ય

પ થી ૧૭

સરકાર નિયુકત કરે તેવા અમદાવાદ શહેરના તેર બિનસરકારી સભ્યો કે જેમાં પાંચ અગ્રગણ્ય નાગરીકો ઉપરાંત બે મહીલા સામાજિક કાર્યકર, એક અનુસૂચિત જાતિના કાર્યકર, એક લધુમતી કોમના કાર્યકર, એક ટ્રેડ યુનિયનના કાર્યકર, એક પત્રકાર, એક ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય તથા એક નશાબંધી મંડળના સભ્‍ય

સભ્ય

૧૮

નાયબ પોલીસ કમિશનર(વહીવટ), અમદાવાદ શહેર, અમદાવાદ

સચિવ

ર. અમદાવાદ સિવાયના પોલીસ કમિશનરેટ શહેરી વિસ્તાર માટે પોલીસ સલાહકાર સમિતિ

 

પોલીસ કમિશનર

પ્રમુખ

જિલ્લા ગૃહ રક્ષક દળના કમાન્ડન્ટ અથવા તેના પ્રતિનિધિ

સભ્ય

મ્યુનિસિપલ કોપોર્રેશનની સ્થાયી સમિતિના ચેરમેન

સભ્ય

વિભાગીય નિયામક, ગુજરાત રાજય, વાહન વ્યવહાર નિગમ

સભ્ય

પ થી ૧૭

સરકાર નિયુક્ત કરે તેવા અમદાવાદ શહેરના બાર બિનસરકારી સભ્યો કે જેમાં પાંચ અગ્રગણ્ય નાગરીકો ઉપરાંત બે મહીલા સામાજિક કાર્યકર, એક અનુસૂચિત જાતિના કાર્યકર, એક લધુમતી કોમના કાર્યકર, એક ટ્રેડ યુનિયનના કાર્યકર, એક પત્રકાર ,એક ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય, એક નશાબંધી મંડળના સભ્‍ય.

સભ્ય

૧૮

નાયબ પોલીસ કમિશનર

સચિવ

 ૩. જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ : 

 

કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ

પ્રમુખ

જિલ્લા પોલીસ અધિકારી

ઉપપ્રમુખ

જિલ્લા ગ્રામ રક્ષક દળના મહીલા અધિકારી જો જિલ્લામાં રહેતા હોય તો નહીતર જિલ્લામાં ગ્રામ રક્ષક દળની પ્રવૃત્તિ કરતા સરકાર નીમે તેવા મહીલા સભ્ય

સભ્ય

ગુજરાત રાજય વાહન વ્યવહાર કોપોર્રેશનના વિભાગીય નિયામક

સભ્ય

પ થી ૧૩

પત્રકારત્વ, વાહનવ્યવહાર, સુધરાઈ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળની પ્રવૃત્તિમાં રસ ધરાવતી પાંચ બિનસરકારી વ્યકિતઓ, બે મહીલા સામાજીક કાર્યકરો તથા એક ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય, એક નશાબંધી મંડળના સભ્‍ય.

સભ્ય

૧૪

નાયબ પોલીસ અધિકારી( મુખ્ય મથક )

સચિવ

૧૫

જિલ્‍લા પછાત વર્ગ કલ્‍યાણ અધિકારી

સભ્‍ય

નોંધઃ-  

 

       અમદાવાદ શહેર વિસ્‍તાર માટેની પોલીસ સલાહકાર સમિતિ, અમદાવાદ શહેર સિવાયના પોલીસ કમિશનરેટ વિસ્‍તાર માટેની પોલીસ સલાહકાર સમિતિ અને રાજ્યની દરેક જિલ્‍લા પોલીસ સલાહકાર સમિતિમાં સંબંધિત વિસ્‍તારના સંસદસભ્‍યશ્રી / ધારાસભ્‍યશ્રી હોદાની રૂએ આપોઆપ આ સમિતિના બિનસરકારી સભ્‍ય તરીકે નિમણૂક પામેલ ગણાશે.  

      આ સમિતિમાં બિનસરકારી સભ્યોના નામની દરખાસ્ત કરતી વખતે પોલીસ કમિશનરશ્રી / સબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એ ખ્યાલ અવશ્ય રાખવાનો રહેશે કે ભલામણ થયેલ વ્યકિત સમાજના નબળા વર્ગો અને લધુમતિ કોમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને હેરાન ન કરે કે શૉષણ ન કરે તેવી હોવી જોઈએ. સભ્યોને બોમ્બે પ્રોહીબીશન એકટ, ૧૯૪૯ અને પ્રોટેકશન ઓફ સીવીલ રાઈટસ એકટ, ૧૯પપ ના અમલમાં વિશ્વાસ હોવો જોઈએ.

અમદાવાદ શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિ, અમદાવાદ શહેર સિવાયના પોલીસ કમિશનરેટ શહેરી વિસ્તાર માટેની પોલીસ સલાહકાર સમિતિ અને રાજયની દરેક જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં સબંધિત વિસ્તારના તમામ સંસદસભ્યશ્રીઓ અને વિધાનસભાના સભ્યશ્રીઓ હોદ્દાની રુએ બિનસરકારી સભ્ય તરીકે આપોઆપ નિમણૂક પામેલ ગણાશે.

5. જિલ્લા એકતા સમિતિ/શહેર એકતા સમિતિ :

 

રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદિલીને નિવારવામાં ઉપયોગી થાય તે સારુ રાજયના કરેક જિલ્લાઓમાં કાયમી રીતે જિલ્લા એકતા સમિતિની તથા રાજયના કોમી રીતે સંવેકનશીલ શહેરોમાં શહેર એકતા સમિતિની રચના કરવામાં આવેલ છે. સમિતિઓની રચનાનું માળખું, સભ્યસંખ્યા, કાર્યક્ષેત્ર સમિતિની મુકત આ સાથેના આપેલ પરિપત્ર મુજબ છે અને પરિપત્રો અન્વયે જરુરી સૂચનાઓ આપવામાં આવે છે.જે મુજબ આવી સમિતિઓની રચના/પુર્નરચના કરવામાં આવે છે. રાજયમાં કોમી તંગદિલી નિવારવામાં અને કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાળવી રાખવામાં આવી સમિતિઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. રાજયની પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઈ આવી સમિતિઓના બંધારણ/માળખામાં ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે જિલ્લા એકતા સમિતિ/શહેર એકતા સમિતિના માળખામાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય લીધેલ છે.

 

6. શાંતિ સમિતિ :

 

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં ૩૦ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ છે. રાજયમાં સારી ચાલચલગતને લાયકાત ધરાવતા સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. આ સમિતિની બેઠક જ્યારે જ્યારે ધામિર્ક તહેવારો આવે છે, જેવા કે રથયાત્રા, મહોરમ, રમજાન ઈદ, બકરી ઈદ, ઉત્તરાયણ, હોળી, ધુળેટી, ૧પ મી ઓગસ્ટ, ર૬ મી જાન્યુઆરી તેમજ ગણપતિ વિસર્જન વખતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવે છે. તેમજ શહેરમાં કોઈ કોમ્યુનલ બનાવ બને ત્યારે શાંતિ સમિતિની મીટીંગો યોજવામાં આવે છે.

7. સુરત શહેરની શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિ

 

સુરત શહેરમાં ૧૪ પોલીસ સ્ટેશન છે, જે દરેકમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટિની રચના કરવામાં આવેલ છે. જેથી ૧૪ શાંતિ સમિતિ અને ૧૪ મહોલ્લા કમિટિની સંખ્યા થાય છે. આ સમિતિ અને દરેક પોલીસ સ્ટેશનના વિસ્તાર વાઈઝ બનાવવામાં આવેલ છે.

આ બન્ને પ્રકારની સમિતિના સભ્યને શહેરના ધારાસભ્યો, માજી ધારાસભ્યો, મ્યુ.કોપોર્રેટરો, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શહેરના આગળ પડતાં આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો ડૉકટરો તેમજ સામાજિક કાર્યકરો છે.

આ સમિતિની બેઠક ધામિર્ક તહેવારો જેવા કે ગણેશ ઉત્સવ, મહોરમ, તાજીયા ઉત્સવ, કોમીનલ બનાવો દરમ્યાન યોજવામાં આવે છે.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ