Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

વિભાગ ઘ્વારા આપવામાં આવતી રાહતો/ પરમીટો
Rating :  Star Star Star Star Star   

 

વિભાગ દ્વારા આ૫વામાં આવતી રાહતો/ ૫રમીટો

 

  • ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન અધિનિયમ ૧૯પપ હેઠળ નિયમો બનાવવામાં આવેલ છે. ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ દરેક પ્રકારની નશાકારક વસ્‍તુના નિયમન માટે અલગ પ્રકારના નિયમો છે. તે મુજબ પરમીટો વગેરે આપવાની કામગીરી કરવામાં આવે છે.  આલ્‍કોહોલ આધારિત ઉપયોગો માટે પણ વિવિધ પરવાના આપવામાં આવે છે. દરેક પાસ/પરવાના/પરમિટ માટેના અલગ અલગ ફોર્મ હોય છે. આ અંગેની કામગરી ક્ષેત્રીય કચેરીઓ દ્વારા કરવામાં આવે છે. કુલ ૭૧ પ્રકારના જુદા જુદા લાઈસન્સ, પાસ અને પરમીટ આપવામાં આવે છે, જેમાં ધ બોમ્બે નીરા રુલ્સ ૧૯૭૧ હેઠળ નીરા દોહવા માટે, છૂટક વેચાણ તેમજ કબજામાં રાખવા માટે પરમિટ આપવામાં આવે છે. જ્યારે ધ બોમ્બે ફોરેન લીકર (સ્ટોરેજ ઈન બોન્ડ) રેગ્યુલેશન-૧૯પ૯ હેઠળ વિદેશી દારુનો સંગહ કરવાનો અધિકાર પત્ર આપવામાં આવેલ છે. ધ બોમ્બે રેક્ટીફાઈડ સ્પીરીટ રુલ્સ-૧૯પ૧ હેઠળ રેકટીફાઈડ સ્પીરીટ વૈદકીય હેતુ માટે, કબજો ધરાવવા માટે આપવામાં આવે છે. ધ બોમ્બે ડીનેચર્ડ સ્પીરીટ રુલ્સ ૧૯પ૯ હેઠળના લાઈસન્સ શુદ્ધ સ્પીરીટના ઘરગથ્થુ વપરાશ માટે, વૈદકીય અને શૈક્ષણિક હેતુ માટે, ધંધાકીય હેતુ માટે તેમજ જથ્થાબંધ વેચાણ માટે આપવામાં આવે છે. ધ બોમ્બે ગુજરાત પોપી કેપ્સ્યુલ ૧૯૬૩ હેઠળ પોષ-ડોડા વાપરવા માટે, વેચાણ કરવા માટે લાઈસન્સ /પરવાના આપવામાં આવે છે. ધ બોમ્બે ફોરેન લીકર રુલ્સ-૧૯પ૩ હેઠળ વિદેશી દારુના છૂટક વેચાણ માટે તેમજ વિદેશી દારુના ઔષધિય હેતુ માટે, ખાસ મહાનુભાવો માટે, વિદેશી મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે પરમિટ આપવામાં આવે છે.  આ તમામ પ્રકારના પરમીટો ખાતાના વડા તથા જિલ્લા ક્ક્ષાની કચેરીએથી આપવામાં આવે છે.
 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ