Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

 

ગૃહ વિભાગના સંગઠન, કાર્યો અને ફરજોની વિગત......

 

ગૃહ વિભાગ, સચિવાલયના તમામ વિભાગોમાં ખૂબ મહત્વનો અને અત્યંત સંવેદનશીલ વિભાગ છે. આ વિભાગની મુખ્ય કામગીરીમાં સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો સમાવેશ થાય છે.

 

ગૃહ વિભાગનો ટૂંકો ઈતિહાસ

o    મુંબઈ રાજયમાંથી તા.૧/પ/૧૯૬૦ થી ગુજરાત એક સ્વતંત્ર રાજય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌપ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો એક અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.

o    ૧૯૮૬ માં ગૃહ વિભાગમાંથી વાહનવ્યવહાર પ્રભાગની કામગીરી બંદરો અને મત્સ્યાદ્યોગ ને તબદિલ કરવામાં આવી.

o    ૧૯૯૦ માં બંદરો અને મત્સ્યોદ્યોગ વિભાગમાંથી વાહનવ્યવહાર પ્રભાગની કામગીરી ગૃહ વિભાગને તબદિલ કરવામાં આવી.

o    ૧૯૯૬ ના વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગમાંથી સચિવાલય પ્રવેશ બુથ નિયંત્રણ અને પાસપોર્ટની કામગીરી ગૃહ વિભાગને તબદિલ કરવામાં આવી.

o    ઓગષ્ટ-૧૯૯૭માં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાંથી નશાબંધી અને આબકારી વિભાગની કામગીરી ગૃહ વિભાગને તબદિલ કરવામાં આવી.

o    માર્ચ-ર૦૦પ માં સચિવાલય પ્રવેશ નિયંત્રણ બુથની કામગીરી સામાન્ય વહીવટ વિભાગને તબદિલ કરવામાં આવી.

o    સપ્ટે.ર૦૦પ માં ગૃહ વિભાગના વાહનવ્યવહાર પ્રભાગની કામગીરી બંદરો અને વાહનવ્યવહાર વિભાગ ને તબદીલ કરવામાં આવી.

 • ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ હસ્તક છે.
 • શ્રી હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.
 • ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, આઈ.એ.એસ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ છે.
 • શ્રીમતી નિપુણા તોરવણે, આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.

 

 • ગૃહ વિભાગની મુખ્ય કામગીરી
  • કાયદો અને વ્યવસ્થાની જાળવણી.
  • આંતરીક સુરક્ષાની જાળવણી
  • ગુન્હાઓની તપાસ, શોધખોળ તથા પ્રોસીકયુશન.
  • રાજ્યની સલામતી

 ગૃહ વિભાગને સોંપવામાં આવેલ વિષયો

૧. પબ્લિક ઓર્ડર :

ભારતના બંધારણની યાદીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીનો વિષય 'રાજયની યાદી'માં સમાવેશ કરવામાં આવેલ છે. તે મુજબ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં હડતાળ, આંદોલન, ચૂંટણી, ઉપવાસ, જુથ અથડામણો વગેરેની બાબતો અંગેની કામગીરી આ શાખા ઘ્વારા કરવામાં આવે છે. આવી રજુઆતો અથવા બનાવો ઘ્યાનમાં આવતા તે અંગે જરુરી પગલાં લેવા સબંધિત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર તથા અધિક પોલિસ મહાનિર્દેશકશ્રી (ઈન્ટેલીજન્સ), ગુજરાત રાજય, ગાંધીનગર મારફત સબંધિત પોલીસ અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવે છે.

રાજકીય રેલીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવતી રેલીઓ વખતે આ રેલીઓ દરમ્યાન અનિચ્છનીય બનાવ બને નહિ, તે માટે કેવી રીતે બંદોબસ્ત કરવો તે અંગેની સુચનાઓ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (ઈન્ટેલીજન્સ), ગુજરાત રાજય, ગાંધીનગર મારફત સબંધિત પોલીસ અધિકારીશ્રીઓને જરુરી સુચનાઓ આપવામાં આવે છે.

ર. રાજ્યમાં થતા દરેક પ્રકારના ગુનાઓ :-

રાજયમાં થતાં વિવિધ ગુનાઓ, જેવા કે ખૂન, ધાડ, ધરફોડ ચોરી, ઈજા, અપહરણની માસિક વિગતો મેળવીને તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવે છે. અને તેમાં ધટાડો કેવી થાય તે અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અને તેને ડામવા માટે જરૂરી આવશ્યક પગલાં ભરવામાં આવે છે.

૩. ઇન્ટેલિજન્સ :-

 ગુજરાત એક સરહદી રાજય હોઈ કાયદો વ્યવસ્થા અને આતંકવાદી તત્વોની હિલચાલને લીધે સંવેદનશીલ રાજય છે.
આ પ્રભાગના વડા અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના અધિકારી છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચની મુખ્ય કામગીરી નીચે મુજબ છે.

૧. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરુરી ગુપ્ત માહિતી એકઠી કરવી.

ર. વિદેશીઓની હિલચાલ અને પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખવી.

૩. ભાંગફોડીયા પ્રવૃત્તિમાં સંકળાયેલ ઈસમોની દેખરેખ

૪. મહાનુભાવોની સલામતી/જાહેર સાહસો અને દેશની સુરક્ષા અંગેની કામગીરી

ગુજરાત રાજ્યની પ૧ર કી.મી. જેટલી આંતરરાષ્ટ્રીય સીમા, પાકિસ્તાનની સીમા સાથે સંકળાયેલ છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી જિલ્લા સાથે સંકળાયેલ છે. સીમા વર્તિય રાજય હોવાથી સંરક્ષણ દળોના સંકલનમાં રહી સીમાપારથી થતી ઘૂસણખોરી અને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા રાજય પોલીસ દળના પ્રતિનિધિ તરીકે નોડલ એજન્સીની ભૂમિકા અદા કરે છે.

રાજયમાં સરહદી સુરક્ષા ક્ષેત્રે જરુરી સંકલન અને માહિતીનું આદાનપ્રદાન કેન્દ્રીય એજન્સી સાથે નિયમિતપણે હાથ ધરવામાં આવે છે.

આ ઉપરાંત કોસ્ટ ગાર્ડના સંપર્કમાં રહી દરિયાઈ સીમાથી થતી ઘૂસણખોરી રોકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

ઇન્ટેલિજન્સ શાખા ખૂબ અગત્યની શાખા છે અને તેમાં સંનિષ્ઠ સ્ટાફપણ રહે તે માટે પોલીસના અન્ય બેડામાંથી બદલી કરી એક પદ બઢતી આપીને સ્ટાફની નિમણૂંક આપવામાં આવે છે.

૪. રાજકીય અને કોમ્યુનલ બનાવો બાબતની કાર્યવાહી :-

 કોમી તોફાનો ફાટી નીકળે ત્યારે તેને ડામવા માટે તેનો પોલીસ બંદોબસ્ત કેવી રીતે કરવો તે અંગેની સુચનાઓ પોલિસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર તથા અધિક પોલિસ મહાનિર્દેશકશ્રી (ઇન્ટેલિજન્સ), ગુજરાત રાજ્ય, ગાંધીનગરને અગાઉથી સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ કોમી તોફાનો દરમ્યાન અનિચ્છનીય બનાવો ન બને અને કોમી તોફાનોને કાબુમાં લેવા જરુરી મોનીટરીંગ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવે છે.

પ. અનિચ્છનીય બનાવો, કોમી એખલાસ, તથા તોફાનોથી થતાં વિક્ષેપો.

કોમી એખલાસ જળવાઈ રહે તે માટે કોમી સદભાવના સપ્તાહ ઉજવવામાં આવે છે. અને તે દરમ્યાન લોકોને જિલ્લા એકતા સમિતિ અને શહેર સમિતિ તેમજ મહોલ્લા સમિતિ ઘ્વારા સમજણ આપવામાં આવે છે.

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં ૩૦ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ છે. રાજયમાં સારી ચાલચલગતને લાયકાત ધરાવતા સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ છે. આ સમિતિની બેઠક જયારે જયારે ધામિર્ક તહેવારો આવે છે. જેવાં કે રથયાત્રા, મહોરમ, રમજાન ઈદ, બકરી ઈદ, ઉત્તરાયણ, હોળી, ધુળેટી, ૧પમી ઓગસ્ટ, ર૬મી જાન્યુઆરી તેમજ ગણપતિ વિસર્જન વખતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવે છે, તેમજ શહેરમાં કોઈ કોમ્યુનલ બનાવ બને ત્યારે શાંતિ સમિતિની મીટીંગો યોજવામાં આવે છે.

વિભાગ ઘ્વારા જિલ્લા કક્ષાએ ઈન્ટીગ્રેશન કમીટીની રચના કરવામાં આવેલ છે. આ સમિતિઓ દ્વારા પણ કોમી એખલાસ ઉભો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે.

લઘુમતી કલ્યાણ માટે પ્રધાનમંત્રીના ૧પ મુદાનો કાર્યક્રમ છે. જેમાં આ કાર્યક્રમ હેઠળ કોમી હુલ્લડ અંગે રાજય સરકારને આપવામાં આવેલ સલાહ મુજબ કોમી સંવેદનશીલ વિસ્તારોમાં સૌથી વધુ કાર્યક્ષમ, નિષ્પક્ષ અને બીનસાંપ્રદાયિક વલણ ધરાવતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને મુકવામાં આવે છે. આ અંગે સારી કામગીરી કરનાર જિલ્લાને પોલીસ અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવે છે. જે લોકો કોમી તંગદીલી ફેલાવે કે હિંસામાં ભાગ લે તે તમામ સાથે સખત પગલાં લેવામાં આવે છે. આમ કોમી હુલ્લડ દરમ્યાન લધુમતીનું રક્ષણ થાય તે માટે વિભાગ ઘ્વારા પુરતાં પગલાં લેવામાં આવે છે.

૬. પાસપોર્ટ અને વિઝા:

ગૃહ વિભાગમાં વિદેશી નાગરિકો તથા પાક-બાંગ્લાદેશ નાગરીકોને લગતી નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવે છે.

૧. તેઓની ભારતીય નાગરિકત્વ મેળવવાની બાબતો,

ર. તેઓની આવાસ-વૃઘ્ઘિ વધારવાની/મલ્ટીપલ એન્ટ્રી વિઝા/ રીટર્ન વિઝા/ ભારત છોડવાની પરવાનગી મંજુર કરવાની બાબત,

૩. પાક-બાંગ્લાદેશ નાગરીકોની ટુંકાગાળાની આવાસવૃઘ્ઘિ વધારવાની, એડીશનલ વિઝા પ્લેસ મંજુર કરવાની, રૂટ (Route) ચેન્જ કરવાની બાબતો.

૪. તેઓની બાબતે બ્લેક લીસ્ટ, લૂક આઉટ નોટીસ, પ્રાયર રેફરન્સ કેટેગરીની નોટીસ વિગેરે બહાર પાડવાની બાબત.

પ. પાક નાગરીકોની વિઝા ઈન્કવાયરી બાબત.

૬. વિદેશી નાગરીકોના નેશનલ સ્ટેટસ વેરીફાય કરવાની બાબત.

૭. વિદેશી નાગરીકોને (પી.સી.સી.) પોલીસ કલીયરન્સ સટીર્ફીકેટ, 'નો ઓબ્લીગેશન ટુ ઈન્ડીયા' સટીર્ફીકેટ ઈશ્યુ કરવા બાબત.

૮. પાક માછીમારો / ઘૂસણખોરોના રિપેટ્રીએશન બાબત.

૯. બાંગ્લાદેશ/વિદેશી ઘૂસણખોરોના ડિપોટેર્શન બાબત.

૧૦. તેઓના મૃત્યુ/ધરપકડને લગતી બાબતો.

૧૧. ભારતીય નાગરીકો માટે 'બહુલક્ષી રાષ્ટ્રીય ઓળખ કાર્ડ' (MNIC) યોજના.

૧ર. ભારતીય પાસપોર્ટ અરજી સ્વીકારવા જિલ્લા પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર (D.P.A.C.C.) ને લગતી બાબતો.

૧૩. રીઝીયોનલ પાસપોર્ટ કચેરી (RPO)ને લગતી ફરીયાદો/પત્રવ્યવહાર બાબતો અને

૧૪. 'ડોમીસાઈલ સટીર્ફીકેટ' ને લગતી બાબતો.

 

૭. લાંચ રૂશ્વત

૧ રાજયના તંત્રમાં ફરજ બજાવતા જાહેર સેવકોમાંથી લાંચ રુશ્વતનું દુષણ નાબુદ કરવાના આશયથી રાજય સરકારે મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી કક્ષાના અધિકારીના નિયંત્રણ હેઠળ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની રચના કરેલ છે. બ્યુરો તા.૩૦/૯/૬૩ના રોજથી કાર્યરત છે.

ર. બ્યુરોની કચેરીને ખાતાના વડાની કચેરીનો હોદ્દો આપવામાં આવેલ છે. બ્યુરો ખાતે નિયામકશ્રી ઉપરાંત અધિક/સંયુકત નિયામક અને નાયબ નિયામક કક્ષાના પોલીસ સંવર્ગના ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. હાલમાં અધિક નિયામક, સંયુકત નિયામક તથા તથા તેમના તાબાના હેઠળ મદદનીશ નિયામકશ્રીઓ ફરજો બજાવે છે.

૩. લાંચ રુશ્વત અને ભ્રષ્ટાચારને લગતી ફરીયાદ લેવા માટે જિલ્લાવાર એ.સી.બી.પોલીસ સ્ટેશન રાખવામાં આવેલ છે અને જિલ્લા મથકને એ.સી.બી.પોલીસ મથકનો દરજજો આપવામાં આવેલ છે. 

૪. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની જોગવાઈઓ મુજબના જાહેર સેવકના પક્ષે આ અધિનિયમની કલમ-૭,૧ર,૧૩(૧) અને ૧૩(ર)ના ગુનાઓ શોધી કાઢવાની અને તપાસ કરવાની કાર્યવાહી બ્યુરો તરફથી કરવામાં આવે છે. આ અધિનિયમનો મુખ્ય હેતુ જાહેર સેવક અગર તેની પોતાની ગુનાહિત વર્તણૂંકને કારણે સત્તાનો દુરુપયોગ કરીને તથા ભ્રષ્ટ રીતરસમો અપનાવીને અપ્રમાણસર કે વધુ પડતી મિલકતો એકઠી કરે છે તેવી ફરીયાદની તપાસ બ્યુરો કક્ષાએ હાથ ધરવામાં આવે છે, અને ફરીયાદમાં જાહેર સેવક ઘ્વારા તેની જાણીતી આવકના સાધનોના પ્રમાણમાં અપ્રમાણસર રીતે વધુ પડતી મિલકતો એકઠી કર્યાનું પુરવાર રહે તો તેવા કેસમાં આવી મિલકતો અન્યના નામે તબદિલ થતી અટકાવવા માટે ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીર્નન્સ ૧૯૪૪ની જોગવાઈ અનુસાર બ્યુરોના તપાસના અમલદાર આવી મિલકતો ટાંચમાં લેવા માટે ન્યાયની અદાલતમાં અરજી કરીને તબદિલી થવાની કાર્યવાહીને અટકાવી શકે તે હેતુથી રાજય સરકારના હુકમો મેળવે છે. 
 

પ. લાંચ રુશ્વત બાબતમાં લાંચ લેનાર/સ્વીકાર કરવાના ગુનાની બાબતમાં બ્યુરો તરફથી ફરીયાદ આધારે/ગુપ્ત માહિતી આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવે છે. અને તેમાં જો સફળતા મળે તો જાહેર સેવક સામે બ્યુરો કક્ષાએથી ઉંડાણપૂર્વકની તપાસ કરીને સબંધિત જાહેર સેવક સામે ન્યાયની અદાલતમાં ફોજદારી રાહે કામ ચલાવવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી મેળવી લેવાની કાર્યવાહી બ્યુરો હાથ ધરે છે. આવી મંજુરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૧૯ હેઠળ મેળવવી બ્યુરો માટે આવશ્યક છે. આવી મંજુરી વધુમાં વધુ ચાર માસની સમયમર્યાદામાં આપવી સક્ષમ અધિકારી માટે જરુરી બને છે. 

૬. જાહેર સેવક સામેના ભ્રષ્ટાચાર આચરવાના, ગેરરીતીઓ/અનિયમિતતાઓ આચરવા અથવા તો સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર મહેનતાણું મેળવવા અંગેની ફરીયાદ બ્યુરોને મળે છે, તેવા વર્ગ-૧ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓના કેસમાં બ્યુરો ખુલ્લી તપાસ શરુ કરવાની મંજુરી સક્ષમ અધિકારી પાસેથી બ્યુરોએ માગવાની આવશ્યકતા રહે છે. આવી મંજુરી સક્ષમ અધિકારીએ વધુમાં વધુ ત્રણ માસમાં આપવા/ન આપવા અંગે નિર્ણય લેવો જરુરી છે. વર્ગ-ર થી વર્ગ-૪ના કિસ્સામાં આવી ફરીયાદો અંગે બ્યુરો કક્ષાએ તપાસ શરુ કરી શકાય છે. 

૭. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જાહેર સેવકો સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો તરફથી માહે નવેમ્બ્ર-૨૦૧૫ દાખલ થયેલ એ.સી.બી.કેસોની સંખ્યા ૧૪૪૪ છે. આવા એ.સી.બી. કેસોના ઝડપી નિકાલ માટે રાજ્ય સરકારે ૧૩ ફાસ્ટ ટ્રેક કોર્ટસ શરુ કરવાનો નિર્ણય લીધેલ છે. અને તેમાં એ.સી.બી. કેસોની સુનાવણી ઝડપથી શરુ કરવામાં આવેલ છે.  

૮. બ્યુરોની લાંચના છટકાની કાર્યવાહી ઝડપી અને સરળ બનાવવાના હેતુથી બ્યુરોને પોલીસ આધુનિકરણ યોજના હેઠળ કોમ્પ્યુટર, ડીજીટલ કેમેરા, જી.એસ.વાન કનેકટીવિટી વિગેરે જેવી આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે. અને તે રીતે રાજયના તંત્રના ભ્રષ્ટ અધિકારી/કર્મચારીઓ સામે અસરકારક રીતે પગલા લેવાની કાર્યવાહી બ્યુરોએ શરુ કરેલ છે. પ્રોસીકયુશન મંજુરી અને ખુલ્લી તપાસ શરુ કરવાની મંજુરીના કેસોનું ગૃહ વિભાગ કક્ષાએ સતત મોનીટરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવાના પરિણામે આવા કેસોમાં સક્ષમ અધિકારી કક્ષાએથી સમયસર ઝડપી નિર્ણય લેવામાં સરળતા ઉભી થયેલ છે.

Page 1 [2] [3] [4]
 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ